Saturday, February 27, 2010

સ્વપ્નો ની રાજકુમારી !!!




સુંદરતાની એ મુર્તિ છે,
નિ:ખાલસતા ની એક ઝલક છે,
હાસ્ય નો એ સમુંદર છે,
આનંદ જેના વમળો છે...

અપ્રતિમ જેનો સ્વભાવ છે,
કુદરત જેવો એનો નિ:સ્વાર્થ પ્રેમ છે !
બાળક જેવી લાલચ છે,
તો પરમાત્મા જેવી સંભાળ પણ છે...

કાચ પણ જેની પાસે મસ્તક ઝુકાવે,
એવી તેની મૌલિક્તા છે !
રેશ્મિ વાળ ને નમણી કાયા,
જેની આજ સુધી મને રહી છે માયા !

સ્વચ્છ સ્વભાવ ને નિર્મળ દ્રષ્ટિ,
સુખ દુ:ખ ની છે એની શ્રુષ્ટિ,
ગુલાબી હોઠ ને મસમસળા ગાલ,
ઉદારતા ને ઉત્કંઠાથી લહેરાતી ચાલ !

મહેકતી ભીની માટીનો અવાજ,
જાણે લાગે છે એ કુદરતનો સંદેશ,
મોહ કે કોઇ માયા નથી,
દિલ દુભાવાની એને આશા નથી !


આજે હું નથી પુછતો,
તું ક્યાં છે ? કે ક્યારે આવશે ?
પણ જવાબ આપ હે પરમાત્મા,
મારો એ પ્રેમ કોણ છે ??
મારો એ પ્રેમ કોણ છે !!


- સ્પર્શક (હર્ષ જડિયા)